સમીકરણ ટાઇપ કરો અને NCERT પુસ્તકમાં લખાય છે તેમ દરેક પગલું જુઓ: એક ચલનાં સુરેખ સમીકરણો, સુરેખ સમીકરણોની જોડ અને દ્વિઘાત સમીકરણો, અંતે ચકાસણી સાથે.

અપૂર્ણાંક (x/2), કૌંસ 2(x − 3) અને દશાંશ લખી શકાય. ગુણાકાર માટે * લખો કે કશું નહીં: 3x એટલે 3 × x.

એક ઉદાહરણ જુઓ:

જાણવા જેવા શબ્દો
ચલ
x કે y જેવો અક્ષર, જે આપણે હજી ન જાણતા હોઈએ તેવી સંખ્યાની જગ્યાએ હોય.
સુરેખ સમીકરણ
જેમાં ચલનો ઘાત 1 હોય તેવું સમીકરણ, દા.ત. 3x + 5 = 20. તેનો આલેખ સીધી રેખા હોય.
પક્ષાંતર
પદને = ની એક બાજુથી બીજી બાજુ લેવું. ચિહ્ન બદલાય: + નું − અને × નું ÷.
સુસંગત / અસંગત જોડ
ઓછામાં ઓછો એક ઉકેલ હોય તેવી જોડ સુસંગત; ઉકેલ ન હોય તેવી જોડ અસંગત.
દ્વિઘાત સમીકરણ
ax² + bx + c = 0 સ્વરૂપનું સમીકરણ, a ≠ 0. તેનો આલેખ પરવલય હોય.
વિવેચક
D = b² − 4ac. D > 0 તો બે વાસ્તવિક બીજ, D = 0 તો બે સમાન બીજ, D < 0 તો વાસ્તવિક બીજ નથી.
બીજ
x ના જે મૂલ્યો સમીકરણને સાચું બનાવે. દ્વિઘાતનાં વધુમાં વધુ બે બીજ.
કરણી
પૂર્ણ સંખ્યા ન હોય તેવું વર્ગમૂળ, દા.ત. √10. √50 ને સાદું કરી 5√2 લખીએ.
કેવી રીતે વાપરવું / વર્ગ માટે વિચારો